Your Language
પીસીઓએસ વિશેનું સત્ય વહેંચવું
+ પીસીઓએસ શું છે?
પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (પીસીઓએસ) એ ગર્ભ ધારણ કરવાની ઉંમર (15-45 વર્ષની ઉંમર) દરમિયાન મહિલાને આજે જેનો સામનો કરવો પડે છે તેવી સૌથી સામાન્ય સમસ્યાઓ પૈકીની એક છે. ભારતમાં એવું કહેવામાં આવે છે કે ગર્ભ ધારણ કરવાની ઉંમરની આશરે 36% મહિલા વસ્તી પીસીઓએસથી પીડાઈ રહી છે અથવા ખાસ કરીને ગર્ભ ધારણ કરવાની વય જૂથની પ્રત્યેક 4 મહિલાઓમાંથી 1 પોલિસિસ્ટિક ઓવરીઝ ધરાવે છે. તાજેતરના સમયમાં પણ પીસીઓએસ એ કોઈપણ સામાજીક કે મીડિયા મોરચે મહિલાઓના સ્વાસ્થ્ય અંગેના સૌથી વધુ ચર્ચામા રહેતા વિષયોમાંનો એક છે. આ સમસ્યા ખૂબ સામાન્ય છે અને તે આપણામાંથી કોઈને પણ થઈ શકે છે. અહીં વ્યક્તિએ માત્ર એ સમજવાની જરૂર છે જે પીસીઓએસની મુશ્કેલીઓને પહોંચી વળવા તેમજ તેને ટાળવા માટે વ્યક્તિએ જાણવા જેવી અગત્યની બાબતો કઈ છે, કારણ કે તેની સારવાર કરવામાં ન આવે તો તે બાળકને જન્મ ન આપી શકે તેના તરફ લઈ જઈ શકે છે.

પીસીઓએસને શોધવામાં મદદ કરતાં ચિહ્નો
 • ખીલ/પિમ્પલ અને વાળનો અસામાન્ય વિકાસ/વાળનો વધુપડતો વિકાસ
 • સ્થૂળતા/વજન વધવું
 • અનિયમિત માસિક
 • પિગ્મેન્ટેશન (રંગદ્રવ્યના થરોથી ત્વચાને મળતો રંગ), ખાસ કરીને ગરદન અને બગલમાં
 • પોલિસિસ્ટિક ઓવરીઝ (અંડાશયોમાં ચાંદા થવા) - અલ્ટ્રા સોનોગ્રાફી (યુએસજી) દ્વારા નિદાન કરી શકાય છે

પીસીઓએસનું ચિહ્ન વહેલું શરૂ થઈ શકે છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આ ચિહ્ન તરૂણાવસ્થાના મોડા સમયમાં અને પુખ્તાવસ્થાના શરૂઆતમાં દેખાવાનું વલણ જોવા મળે છે. પીસીઓએસનું ઘણી વખતે ખોટું નિદાન થાય છે અથવા ચોક્કસપણે તેનું જાતે ખીલ/પિમ્પલ અને વાળનો અસામાન્ય વિકાસ/વાળનો વધુપડતો વિકાસ જેવા દેખાતા ચિહ્નો માટે કોસ્મેટોલોજીકલ સમસ્યા તરીકે નિદાન થાય છે.

જો કે, મોટી સંખ્યામાં મહિલાઓને તેમના માસિક ચક્ર અંગેની સમસ્યા ન થાય કે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી ન પડે ત્યાં સુધી તે એવું જાણતી નથી કે તેને ખ્યાલ આવતો નથી કે તેમને પીસીઓએસ થયો છે.

1) પોલિસિસ્ટિક ઓવરીઝ (અંડાશયોમાં ચાંદાઓ થવા):
પ્રત્યેક મહિલા બે અંડાશયો ધરાવે છે જે ગર્ભાશયની એક એક બાજુએ આવેલી હોય છે. પ્રત્યેક અંડાશય લગભગ મોટી લખોટીના કદનું હોય છે. અંડાશયો અંડકોષો અને વિવિધ અંત:સ્ત્રાવો બનાવે છે.
સામાન્ય રીતે, પ્રત્યેક માસિક ચક્ર દરમિયાન ઘણી નાની અંડપુટિકાઓ અંડાશયોમાં વિકસે છે અને અંડકોષો બનાવે છે. મધ્યચક્રમાં, એક અંડકોષ કોઈ એક અંડાશયમાંથી ફેલોપિયન નલિકાઓમાં મુક્ત થાય છે. આને `અંડનિર્માણ' પ્રક્રિયા કહે છે. અન્ય અંડપુટિકાઓ વધુપડતી પાકી જાય છે અને વિભાજન પામે છે.
પીસીઓએસ ધરવતી મહિલાઓમાં, અંડનિર્માણ થતું નથી અને અંડકોષ મુક્ત થતો નથી. અંડપુટિકાઓનું વિભાજન થતું નથી, પરંતુ પ્રવાહીથી ભરાય છે અને ચાંદાઓમાં ફેરવાય છે જે થોડાઘણાં પ્રમાણમાં દ્રાક્ષના ઝૂમખા જેવા લાગે છે. અંડાશયોમાં સોજો આવી શકે છે, ક્યારેક સામાન્ય કરતાં બેથી પાંચ ગણી મોટી બની શકે છે.
આપને પોલિસિસ્ટિક અંડાશયો છે કે કેમ તે નક્કી કરવા માટે આપના ડોક્ટર અલ્ટ્રાસાઉન્ડ સ્કેનની ભલામણ કરી શકે છે.

2) અનિયમિત માસિક:
ગર્ભ ધારણ કરવાની ઉંમરની મહિલાને સરેરાશ 28 દિવસોએ માસિક ચક્ર આવે છે, જો કે તેમાં 25થી 35 દિવસોનું અંતર હોઈ શકે છે. પીસીઓએસ ધરાવતી મહિલામાં માસિક સામાન્ય રીતે 35થી વધુ દિવસોના સમયગાળા પર થાય છે (અનિયમિત માસિક) અથવા ગેરહાજર હોઈ શકે છે.
જો આપણે તાજેતરના અભ્યાસોને ધ્યાનમાં લઈએ તો પીસીઓએસ ધરાવતી આશરે 99% મહિલાઓને માસિકની અનિયમિતા હોય છે.
જો આપને અનિયમિત માસિક ચક્રો આવતા હોય તો બહુ મોડું થાય તે પહેલાં ઉપાય કરો અને કૃપા કરીને શક્ય તેટલી જલ્દી આપના ડોક્ટર સાથે પરામર્શ કરો.3) ખીલ/પિમ્પલ અને વાળનો અસામાન્ય વિકાસ/વાળનો વધુપડતો વિકાસ:
ખીલ અને વાળનો અસામાન્ય વિકાસ એ પીસીઓએસના સૌથી સામાન્યપણે દેખાતા લક્ષણો છે. વાળનો અસામાન્ય વિકાસ એ બીજું કઈ નહીં પરંતુ વાળનો વધુપડતો વિકાસ છે, સામાન્ય રીતે નિતંબ, પીઠ, છાતી અથવા ચહેરા પર. ખીલ એ ચામડીનો રોગ છે જેમાં પિમ્પલની જેમ નાની ઉપસી આવેલી ફોલ્લીઓ બને છે. ખીલ/પિમ્પલ સામાન્ય રીતે ચહેરા, પીઠ અને છાતી પર જોવા મળે છે. લગભગ 75% પીસીઓએસ ધરાવતી મહિલાઓને વાળનો અસામાન્ય વિકાસ થાય છે અને લગભગ 34% પીસીઓએસ ધરાવતી મહિલાઓને ખીલ/પિમ્પલ થાય છે.
પીસીઓએસ ધરાવતી મહિલામાં અંડાશયના ચાંદાથી અંત:સ્ત્રાવીય અસંતુલન સર્જાય છે તેથી પુરૂષ અંત:સ્ત્રાવોનું વધારે નિર્માણ થાય છે (જેમ કે ટેસ્ટોસ્ટિરોન). પુરૂષ અંત:સ્ત્રાવના વધુ પ્રમાણથી ખીલ/પિમ્પલ અને વાળનો અસામાન્ય વિકાસ/વાળનો વધુપડતો વિકાસ થાય છે.


4) સ્થૂળતા/વજન વધવું:
સ્થૂળતા અથવા સતત વજનમાં વધારો એ પીસીઓએસનું એક સામાન્ય લક્ષણ છે. લગભગ 50% પીસીઓએસ ધરાવતી મહિલાઓ સ્થૂળ હોય છે. ખાનપાનની આદતો અને જીવનશૈલી બદલવાથી પીસીઓએસ ધરાવતી મહિલા વધુ સ્થૂળ બની શકે છે.
સ્થૂળતા એ પીસીઓએસ ધરાવતી મહિલામાં એક સામાન્ય તારણ છે કારણ કે તેમના શરીરના કોષો ઈન્સ્યુલિન નામના શુગર/ગ્લુકોઝ નિયંત્રિત કરનારા અંત:સ્ત્રાવ પ્રત્યે અવરોધક હોય છે. આ ઈન્સ્યુલિન અવરોધ કોષોને શુગર/ગ્લુકોઝનો ઉપયોગ કરતાં અટકાવે છે જેનો ચરબી H^ તરીકે સંગ્રહ થાય છે અને આમ તે સ્થૂળતા અથવા વજનના વધારા તરફ લઈ જાય છે.
સ્થૂળતાથી અંત:સ્ત્રાવોમાં અસંતુલન પણ થાય છે જે માસિકને અસર કરે છે. જો આપ સ્થૂળ અથવા વધુપડતું વજન ધરાવતા હો તો વજન ઘટાડવું અને તંદુરસ્ત આહાર લેવો હિતાવહ છે.

5) પિગ્મેન્ટેશન, ખાસ કરીને ગરદન અને બગલમાં:
પીસીઓએસ ધરાવતી મહિલાઓ ગરદનની પાછળ, બગલ, કપાળ, શરીરના સંભવિતપણે કેટલાંક અન્ય વિસ્તારોમાં પિગ્મેન્ટેશન અથવા કાળી ચામડીના પેચથી પીડાઈ શકે છે. લોહીમાં વધુપડતાં ઈન્સ્યુલિન અંત:સ્ત્રાવ એ આનું કારણ છે, તે માટે તાત્કાલિક આધાર પર સ્ત્રીરોગચિકિત્સકનો પરામર્શ માંગવાની સલાહ આપવામાં આવે છે.


6) બિનફળદ્રુપતા:
બિનફળદ્રુપતાનો અર્થ છે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી (ગર્ભાવસ્થા). પીસીઓએસ એ હાલના સમયમાં ગર્ભધારણ કરવામા મુશ્કેલીનું સૌથી સામાન્ય કારણ પૈકીનું એક છે. પીસીઓએસ ધરાવતી મહિલામાં માસિકની અનિયમિતતા અથવા ગેરહાજરીનો સંબંધ ઘણી વખત અંડનિર્માણ (અંડાશયમાંથી અંડકોષોનું નિર્માણ અને મુક્તિ)ની ગેરહાજરી સાથે જોડવામાં આવે છે જે ગર્ભધારણની અથવા ગર્ભવતી બનવાની શક્યતાઓ ઘટાડે છે.
જો આપને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડતી હોય તો પરામર્શ માટે વિનંતી કરો; તે પીસીઓએસ હોઈ શકે છે
+ સારવાર ન કરાયેલ પીસીઓએસની અસરો શું છે?
પીસીઓએસ વિશે વ્યક્તિએ સમજવાની જરૂર છે એવી એક અત્યંત મહત્વની બાબત એ છે કે તે માત્ર કોસ્મેટિક કે માસિક સંબંધિત સમસ્યા નથી. ઘણી લાંબા ગાળાની સમસ્યાઓ થવાના જોખમ સાથે તેને જોડી શકાય છે. લક્ષણો દૂર થઈ જાય તો પણ માસિકપાળી બંધ થયા સુધી પીસીઓએસ ધરાવતી મહિલા નિયમિત આધાર પર સ્ત્રીરોગચિકિત્સક દ્વારા સ્વાસ્થ્યની ચકાસણી કરાવે તે અગત્યનું છે.

સારવાર ન કરાયેલ પીસીઓએસ ધરાવતી મહિલા નીચેની સ્થિતિઓ અથવા રોગો થવાનું વધારે જોખમ ધરાવે છે:
 • બિનફળદ્રુપતા/ગર્ભવતી બનવાની અક્ષમતા
  અગાઉ પહેલેથી ચર્ચા કરવામાં આવ્યા પ્રમાણે પીસીઓએસ એ બિનફળદ્રુપતા અથવા ગર્ભવતી બનવાની અક્ષમતા માટેનું સામાન્ય કારણ છે. આમ પીસીઓએસનું વહેલું નિદાન એ બિનફળદ્રુપતાનું ભાવિ જોખમ ટાળવા માટે ફરજિયાત છે.
 • ડાયાબિટીસ
  પીસીઓએસ ધરાવતી લગભગ 50% મહિલાઓને 40 વર્ષની ઉંમર પહેલાં ડાયાબિટીસ અથવા પહેલેથી-ડાયાબિટીસ હોય છે. તેથી જો આપને પીસીઓએસ હોય તો કસરત કરવી અને આહારની આદતોમાં ફેરફારો કરવાની ભલામણ કરવામાં આવે છે જેથી ડાયાબિટીસ ટાળી શકાય. • લોહીમાં ઊંચું કોલેસ્ટેરોલ અને હૃદય અને રક્તવાહિની સંબંધિત રોગ
  પીસીઓએસ ધરાવતી મહિલાઓને લોહીમાં ઊંચું કોલેસ્ટેરોલ થવાની શક્યતા વધારે હોય છે. હૃદય અને રક્તવાહિની સંબંધિત રોગનો નજીકથી કોલેસ્ટેરોલ સાથે સંબંધિત હોવાથી આવા રોગનું જોખમ (હૃદય રોગના હુમલાઓ) પીસીઓએસ ધરાવતી મહિલામાં વધી શકે છે. • ગર્ભાવસ્થાની મુશ્કેલીઓ
  પીસીઓએસ ધરાવતી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન મુશ્કેલીઓ થવાની શક્યતાઓ વધારે હોય છે. આમાં ખૂબ વહેલા બાળકનો જન્મ થવો અથવા ગર્ભાવસ્થામાં ઉચ્ચ રક્તદાબ હોવો (પ્રિઍક્લેમ્પ્સિયા) અથવા ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થવાનો પણ સમાવેશ થાય છે. જો આપને પીસીઓએસ હોય તો આપે નિયમિત આધાર પર આપનું ચેક-અપ કરાવવું જોઈએ.


 • ઍન્ડોમેટ્રિઅલ કેન્સર/ગર્ભાશયના અસ્તરનું કેન્સર
  અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે, પીસીઓએસ ધરાવતી મહિલાઓને અનિયમિત માસિક આવે છે અથવા માસિકની ગેરહાજરી હોય છે. આમ, તેમને ગર્ભાશયના અસ્તરનું કેન્સર થવાનું જોખમ વધારે હોય છે.તેથી આપને પીસીઓએસ હોઈ શકે છે તેવી આપને શંકા હોય તો પણ કૃપા કરીને આપના લક્ષણોની અવગણના ન કરશો. આ નજીવી ફરિયાદોથી આગળ જોવાની અને સ્વાસ્થ્યની સમસ્યાઓ કે જે આપના માર્ગમાં આવી શકે તેની તીવ્રતાનો ખ્યાલ આવે તે માટેની તાકીદની જરૂરિયાત છે.

+ પીસીઓએસના કારણો શું છે?
આપણે હવે જાણીએ છીએ તેમ પીસીઓએસ એ એકથી વધુ પરિબળો ધરાવતી વ્યાધિ છે. પીસીઓએસના સંભવિત કારણો નીચે પ્રમાણે છે.
 • જીવનશૈલીના ફેરફારો: સ્વાસ્થને નુકસાનકારક ખોરાકી ચીજો ખાવી: જંક ફૂડ અને કસરતનો અભાવ મહિલાને વજનના વધારા તરફ લઈ જાય છે. સ્થૂળતા અથવા વજનનો વધારો અંત:સ્ત્રાવોમાં અસંતુલન કરે છે જે આપ્ના માસિકને અસર કરે છે.
 • ઈન્સ્યુલિન અવરોધ: 50-80% કિસ્સાઓમાં ઈન્સ્યુલિન અવરોધ એ મુખ્ય કારણ છે. તેનાથી મહિલાનું વજન પણ વધી શકે છે જે પીસીઓએસના લક્ષણોને વધારે ખરાબ બનાવે છે.
 • અંત:સ્ત્રાવોનું અસંતુલન: કેટલાંક અંત:સ્ત્રાવોમાં અસંતુલન એ પીસીઓએસ ધરાવતી મહિલામાં સામાન્ય છે.
 • કૌટુંબિક ઈતિહાસ: જો મહિલાની માતા, માસી કે બહેનને પણ પીસીઓએસ હોય તો મહિલાને તે થવાની સંભાવના વધારે છે.

+ ડોક્ટરનો ક્યારે સંપર્ક કરવો?
જો આપ પીસીઓએસના કોઈપણ એક કે વધુ ચિહ્નો અને લક્ષણોથી પીડાઈ રહ્યા હો જેમ કે ખીલ/પિમ્પલ, અથવા વાળનો અસામાન્ય વિકાસ/વાળનો વધુપડતો વિકાસ, તો કૃપા કરીને નજીકના કન્સલ્ટન્ટ (ગાયનેકોલોજીસ્ટ) પાસે તરત જાઓ. કારણ કે, પીસીઓએસથી લાંબા ગાળાની ઘણી સમસ્યાઓ જેમ કે બાળકને જન્મ ન આપી શકવો, ડાયાબિટીસ, હૃદય સંબંધિત રોગો અને ગર્ભાવસ્થાની મુશ્કેલીઓ વગેરે થવાના જોખમો વધી શકે છે.

પીસીઓએસના વહેલા નિદાન આપની ભાવિ લાંબા ગાળાની જેમ કે બાળકને જન્મ ન આપી શકવા જેવી સમસ્યાઓને અટકાવે છે. તેથી બહુ મોડું થઈ જાય તે પહેલાં પગલું ભરો.

+ પીસીઓએસની સારવાર શું છે?
વ્યક્તિ પીસીઓએસની દેખભાળ કરી શકે તેના ઘણાં માર્ગો છે. દેખભાળના વિકલ્પો લક્ષણોની તીવ્રતા પર આધારિત હોઈ શકે છે.

જીવનશૈલીમાં ફેરફાર:

પીસીઓએસ ધરાવતી મહિલા માટે તંદુરસ્ત જીવનશૈલીના ફેરફારો કરવા એ સ્થિતિની વ્યવસ્થા કરવામાં ખૂબ મદદરૂપ બની શકે છે. આમ જીવનશૈલીની વ્યવસ્થા એ પીસીઓએસ ધરાવતી બધી મહિલાઓ માટે મહત્ત્વનું છે, પછી ભલે આપ સ્થૂળ હો કે પાતળા હો.

તંદુરસ્ત આહાર અપનાવવાથી એ સુનિશ્ચિત થશે કે આપ પોષકદ્રવ્યો, વિટામિન્સ અને ખનીજ તત્વોનું તંદુરસ્ત પ્રમાણ મેળવી રહ્યા છો અને તે આપને ડાયાબિટીસ અને હૃદય અને રક્તવાહિની સંબંધિત રોગ જેવા રોગ થવાનું આપનું લાંબા ગાળાનું જોખમ ઘટાડી શકે છે.

ઓછા જીઆઈ સાથેનો આહાર ખાઓ: ઓછા ગ્લાયસેમિક ઈન્ડેક્સ (જીઆઈ) સાથેનો ખોરાક ખાઈને વ્યક્તિ તેની બ્લડ શુગરને વધુ સારી રીતે સંતુલિત કરી શકે છે અને પીસીઓએસના લક્ષણોને સુધારી શકે છે. ઓછો જીઆઈ ધરાવતા ખોરાકમાં આખા અનાજ, લીન પ્રોટીન, સૂકો મેવો અને બીજ તથા મોટા પ્રમાણમાં તાજા ફળો અને સ્ટાર્ચ વગરના શાકભાજીનો સમાવેશ થાય છે. આપની ચોક્કસ જરૂરિયાતો માટે ખોરાકની શ્રેષ્ઠ પસંદગીઓ કઈ છે તે જાણવા માટે આપના ડોક્ટર અથવા પોષણશાસ્ત્રી સાથે વાત કરવાની ખાતરી કરો. ઓછી ચરબીવાળો આહાર લેવો પણ હિતાવહ છે.

એક સમયે ઓછું ખાઓ, દિવસ દરમિયાન વધારે વખત ખાઓ: દિવસ દરમિયાન વધુ અંતરાલ પર નાના પ્રમાણમાં ખોરાક ખાવાથી આપની બ્લડ શુગર સંતુલિત રાખવામાં મદદ મળી શકે છે. આપે પ્રત્યેક 3-4 કલાકે ખાવાનું આયોજન કરવું જોઈએ.વધુ પાણી પીઓ: ઈન્સ્યુલિન પ્રત્યેના અવરોધને કારણે પીસીઓએસ ધરાવતી મહિલાઓને પાણીથી વજનમાં વધારો અથવા ઝડપી નિર્જલીકરણનો અનુભવ થઈ શકે છે. તેથી દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવું એ આપ્ના માટે વધારે અગત્યનું છે.શારીરિક પ્રવૃત્તિ અથવા કસરત: તે આપના શક્તિના સ્તરોને વધારે છે, આત્મવિશ્વાસને સુધારે છે અને આપની તાણ ઘટાડે છે. સરકારી માર્ગદર્શિકાઓ વજન જાળવવામાં મદદ કરવા માટે પ્રત્યેક દિવસે 30થી 60 મિનિટની શારીરિક પ્રવૃત્તિઓની ભલામણ કરે છે. દિવસમાં ઓછામાં ઓછી 90 મિનિટની કસરત પ્રત્યેક દિવસે સૂચવવામાં આવે છે.


શારીરિક પ્રવૃત્તિ સાથે આહારને જોડીને અથવા કસરતમાં ફેરફાર કરીને અને ત્યારબાદ માત્ર સરળ ડાયેટ ચાર્ટનું પાલન કરીને વજનમાં નિયમન વધુ સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે.

સ્થૂળ અને વધુપડતું વજન ધરાવતી મહિલાઓ કે જે પીસીઓએસ ધરાવે છે કે જેઓ વજન ઉતારે અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવે તેઓ લાંબા ગાળાની સ્વાસ્થ્યની સમસ્યાઓ જેમ કે ડાયાબિટીસ અને હૃદય અને રક્તવાહિની સંબંધિત રોગોના તેમના જોખમોને મહત્વપૂર્ણ રીતે ઘટાડી શકે છે.

દવાઓ:

જો આપ પીસીઓએસથી પીડાઈ રહ્યા હો તો આપના ડોક્ટર આપ્ને ઈન્સ્યુલિન ઓછું કરતી દવાઓ જેમ કે માયો-ઈનોસિટોલ અને મેટફોર્મિન, એન્ટી-મેલ અંત:સ્ત્રાવીય દવાઓ, ગર્ભનિરોધક ગોળીઓ, અંડનિર્માણ પ્રેરક દવાઓ, વિટામિન ડી સપ્લિમેન્ટેશન વગેરે લેવાનું કહી શકે છે. જો દર્દી ઉપરોક્ત ચિકિત્સાનો પ્રતિસાદ ન આપે તો ડોક્ટર શસ્ત્રક્રિયાની પણ ભલામણ કરી શકે છે.

કૃપા કરીને કોઈપણ દવાઓ લેતાં પહેલાં આપના નજીકના સ્ત્રીરોગચિકિત્સક સાથે પરામર્શ કરો.
Social   |     |     |